Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર લોકસભા બેઠક માટે મતદાનનો તખ્તો તૈયાર - VIDEO

જામનગર લોકસભા બેઠક માટે મતદાનનો તખ્તો તૈયાર – VIDEO

કુલ 18,64,817 મતદારો કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ : 1881 મતદાન મથકો પર મતદાનની વ્યવસ્થા : કુલ 14 ઉમેદવારો મેદાનમાં : સમગ્ર વિસ્તારમાં 117 માઇક્રો ઓબ્ઝર્વરની નિમણુંક : જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા : કલેકટર તથા એસપીએ આપી તમામ તૈયારીઓની માહિતી

- Advertisement -

જામનગર લોકસભા બેઠક માટે મતદાનનો તખ્તો તૈયાર થઇ ગયો છે. આવતીકાલે યોજાનારા મતદાન માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 12-જામનગર લોકસભા બેઠક માટે 1881 મતદાન મથકો ઉપર આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે. મતદાનની પ્રક્રિયા માટે કુલ 7718 અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જે આજ સાંજથી જ તેમના મતદાન મથકોએ પહોંચી જશે. જિલ્લા કલેકટર બી.કે. પંડયા અને એસપી પ્રેમસુખ ડેલુએ આજે સવારે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણીની તૈયારીઓ અંગે માહિતી આપી હતી. ચૂંટણી કર્મચારીઓને લાવવા લઇ જવા માટે સરકારી ઉપરાંત ખાનગી બસ અને અન્ય વાહનો રીકવીઝેટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હિટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર પીવાના પાણી, છાંયડો અને મેડિકલ વ્યવસ્થા કરવામાં આવી છે. જે કર્મચારીઓ ચૂંટણી ફરજમાં રોકાયેલા છે. તેમના પોસ્ટર બેલેટની વ્યવસ્થા પણ કરાવી દેવામાં આવી છે. તમામ વિધાનસભા બેઠક વિસ્તારોમાં ચૂંટણીની સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. તેમજ બુથમાં ફરજ બજાવતાં અધિકારીઓને ઇવીએમ ફાળવણી પણ કરવામાંઅ આવી છે. સમગ્ર જિલ્લામાં સખી મતદાન મથકો પણ ઉભા કરવામાં આવ્યા છે. જયારે એક મોડેલ મતદાન મથક પર બનાવવામાં આવ્યું છે. બીજી તરફ મતદાન શાંતિ પૂર્ણ રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસ ઉપરાંત પેરા મિલટરી ફોર્સને તૈનાતી કરવામાં આવી છે.

- Advertisement -

1881 પૈકી 451 મતદાન મથકોની સંવેદૃનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જયાં સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું. 12-જામનગર લોકસભા બેઠક પર કુલ 18,17,864 મતદારો નોંધાયેલા છે. જે પૈકી 12,17,706 મતદારો જામનગર જિલ્લામાં અને 6,00,158 મતદારો દ્વારકા જિલ્લામાં નોંધાયેલા છે. પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોની સંખ્યા 45,180 છે. જયારે 17,369 વરિષ્ઠ મતદારો, 17,634 દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે.

- Advertisement -

મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય 12 ઓળખપત્રો પણ માન્ય રહેશે. જામનગર લોકસભા બેઠક માટે કુલ 14 ઉમેદવારો મેદાનમાં રહયા છે. મતદાનની પ્રક્રિયા પર બારીકાઇથી નજર રાખવા માટે 117 માઇક્રો ઓબ્ઝર્વરની પણ નિમણુંક કરવામાં આવી છે. જયારે મતદાન મથકોનું વેબકાસ્ટીંગ પણ કરવામાં આવશે. 85 વર્ષથી વધુ વયના મતદારો તથા 40 કટાથી વધુ દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા વિનામૂલ્યે વાહન વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા માટે સમગ્ર મત વિસ્તારમાં કુલ 4 પોલીસ અધિક્ષક, 7 નાયબ પોલીસ અધિક્ષક, 23 પીઆઇ, 80 પીએસઆઇ, 1272 પોલીસ કર્મચારીઓ, 1593 હોમગાર્ડઝ તથા 100 એસઆરપી કમાન્ડો તૈનાત રહેશે. સમગ્ર વિસ્તારમાં નોંધાયેલા કુલ 799 બુઝર્ગ અને અશકત મતદારો પૈકી 670 મતદારોએ પોતાના ઘરેથી મતદાન કર્યું હતું. આમ જામનગર લોકસભા બેઠક માટે મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. તંત્ર દ્વારા લોકોને ઉત્સાહપૂર્વક વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.

દેશમાં લોકશાહીના સૌથી મોટા ધર્મ સમાન સંસદીય ચુંટણીમાં કાલે ત્રીજા તબકકાના મતદાનમાં ગુજરાતની 25 સહિત 11 રાજયોની 93 બેઠકો પર કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સહિત અનેક દિગ્ગજોના ભાવી નિશ્ચિત થશે. તા.19 એપ્રિલથી 1 જૂન વચ્ચે યોજાઈ રહેલી ચુંટણીમાં હવે 120 મહિલાઓ સહિત 1000 ઉમેદવારો મેદાનમાં છે અને પ્રથમ બે તબકકામાં યોજાયેલા મતદાનમાં જે રીતે આકરી ગરમી સહિતના ફેકટરના કારણે મતદાનની ટકાવારી ઘટી તેવી અસર આવતીકાલના મતદાનના તબકકામાં થઈ શકે છે.

- Advertisement -

આ ચુંટણીમાં ગુજરાત પર સૌનું ધ્યાન છે ત્યાં એક બેઠક પર ભાજપ બિહરીફ થયા બાદ 25 બેઠકો પર યોજાઈ રહેલા મતદાનમાં ભાજપ જીતની હેટ્રીક બનાવી શકશે તેના પર છેલ્લા કેટલાક સમયના એક બાદ એક વિવાદ અને તેના પગલે સર્જાયેલા આંદોલન પરથી પ્રશ્ર્ન પૂછાઈ રહ્યો છે અને ભાજપે રાજયમાં તમામ 25 બેઠકો પર પાંચ દશકાથી વધુની લીડનો લક્ષ્યાંક રાખ્યો છે તેના પર પણ રાજકીય નિરીક્ષકોની નજીકની નજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમીત શાહના આ હોમગ્રાઉન્ડમાં ભાજપને એક પણ બેઠક ગુમાવવી પોસાય તેમ નથી.

જે દિગ્ગજો આ તબકકાના મતદાનમાં સ્પર્ધામાં છે તેમાં શ્રી અમીત શાહ ઉપરાંત મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ અને વધુ એક પુર્વ સી.એમ. દિગ્વીજયસિંઘ, કેન્દ્રીય મંત્રી જયોતીરાદીત્ય સિંધીયા, સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવના ધર્મપત્ની ડિમ્પલ યાદવ અને બારામતીમાં પવાર ફેમીલીની જ ટકકરમાં શરદ પવારના પુત્રી- સુપ્રિયા સુલે તથા તેમના ભત્રીજા અને રાજયના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના પત્ની સુનેત્રા પવાર વચ્ચે છે તો ઉતરપ્રદેશમાં જે 10 બેઠકો પર કાલે મતદાન છે તેમાં ભાજપ-સપાની સીધી ટકકર અને માયાવતીના બહુજન સમાજ પક્ષના ઉમેદવારની હાજરીથી ચિત્ર રસપ્રદ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular