ખંભાળિયા તાલુકાના હંજરાપર ગામમાં રહેતાં ખેડૂત યુવાનના ટ્રેકટરને આંતરીને ચાર શખ્સોએ ઢીકાપાટુનો અને ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સોને દબોચી લીધા હતાં.
આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના હંજરાપર ગામના પાટીયા પાસે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા પ્રવીણભાઈ બાબુભાઈ કણજારીયા નામના 28 વર્ષના યુવાન શનિવારે પોતાની વાડીમાં ટ્રેક્ટરમાં ધૂળ ભરી અને પારો બાંધવા જઈ રહ્યા હતા, ત્યારે તેમનું ટ્રેક્ટર રોકી અને આ જ વિસ્તારમાં રહેતા જયેશ શામજીભાઈ કણજારીયા, છગન માંડણભાઈ કણજારીયા, પ્રવીણ છગનભાઈ કણજારીયા અને નીતિન છગનભાઈ કણજારીયા નામના ચાર શખ્સોએ ઢીકા-પાટુ તેમજ લાકડાના ધોકા વડે માર મારી, બિભત્સ ગાળો કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી.