ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામમાં રહેતી યુવતીને તેણીની માતાએ ઘરકામ બાબતે આપેલા ઠપકાનું લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામમાં રહેતાં વનરાજસિંહ પ્રભાતસિંહ જાડેજા (ઉ.વ.55) નામના ખેડૂત પ્રૌઢની પુત્રી હિરલબા વનરાજસિંહ જાડેજા (ઉ.વ.20) નામની અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઘરકામ બાબતે તેણીની માતા દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો. આ ઠપકાનું મનમાં લાગી આવતા યુવતીએ શુક્રવારે સવારના સમયે તેણીના ઘરે રૂમના પંખામાં સુતરના નાડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા બેશુદ્ધ હાલતમાં યુવતીને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડેે તે પહેલાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો કે ડી કામરીયા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ આરંભી હતી.