Saturday, January 4, 2025
Homeરાષ્ટ્રીયબીજા તબકકામાં સરેરાશ 64 ટકા મતદાન

બીજા તબકકામાં સરેરાશ 64 ટકા મતદાન

- Advertisement -

કેટલાક રાજ્યોમાં ઇવીએમમાં ખામી અને બોગસ મતદાનની ફરિયાદો વચ્ચે 13 રાજ્યોની 88 બેઠકોને આવરી લેતી લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 63.5% મતદાન થયું હતું. ચૂંટણી પંચએ કહ્યું હતું કે મતદાન મહદઅંશે શાંતિપૂર્ણ રહ્યું હતું. સાંજે 8 વાગ્યા સુધી 63.5% મતદાન થયું હતું, જે 2019ના બીજા તબક્કાની સરખામણીમાં આશરે 8 ટકા ઓછું છે.

- Advertisement -

ચૂંટણી પંચના ડેટા મુજબ ત્રિપુરામાં સૌથી વધુ 79.48 ટકા મતદાન થયું હતું. મણિપુરમાં 77.32, ઉત્તર પ્રદેશમાં 54.85 ટકા અને મહારાષ્ટ્રમાં 57.83 ટકા, બિહારમાં 55.08 ટકા, પશ્ચિમ બંગાળમાં 71.84 ટકા અને જમ્મુ-કાશ્મીરમાં 71.21, છત્તીસગઢમાં 72.61 ટકા, મધ્યપ્રદેશમાં 55.77 ટકા, રાજસ્થાનમાં 64.07 ટકા મતદાન થયું હતું.આસામની પાંચ બેઠકો પર 71.11 ટકા, અશાંત મણિપુરમાં 77.32 ટકા, કર્ણાટકમાં 64.85 ટકા મતદાન થયું હતું. કેરળની તમામ 20 બેઠકો, કર્ણાટકની 28 બેઠકોમાંથી 14, રાજસ્થાનની 13 બેઠકો, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 8-8 બેઠકો, મધ્ય પ્રદેશની 6 બેઠકો, આસામ અને બિહારની 5-5 બેઠકો, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ 3-3 બેઠકો પર મતદાન થયું હતું.

ઉપરાંત મણિપુર, ત્રિપુરા અને જમ્મુ અને કાશ્મીરમાં 1-1 બેઠકો પર મતદાતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ સવારે લોકોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. દરેક મતના મહત્વ પર ભાર મૂકતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકોને લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં બહાર નીકળવા અને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આગ્રહપૂર્વક અપીલ કરી હતી.

- Advertisement -

કેરળમાં 65.91 ટકા મતદાન થયું હતું. પલક્કડ, અલપ્પુઝા અને મલપ્પુરમમાં મતદાન કર્યા પછી એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને કોઝિકોડમાં એક બૂથ પર એક મતદાન એજન્ટનું મૃત્યુ થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular