જામનગર મહાનગરપાલિકામાં એસએસઆઇ તરીકે ફરજ બજાવતા કર્મચારી આજે સવારે વોર્ડ નંબર 16 માં તેની ફરજ પર હતાં તે દરમિયાન સફાઈ કામદારો દ્વારા કોઇ કારણસર હુમલો કરવામાં આવતા ઘવાયેલા કર્મચારીને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પોલીસ કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો.
હુમલાના બનાવની વિગતમુજબ, જામનગર મહાનગરપાલિકામાં એસએસઆઈ તરીકે ફરજ બજાવતા ચિરાગ નાનજીભાઈ સોલંકી નામના કર્મચારી આજે સવારે વોર્ડ નંબર 16 માં રાબેતામુજબ તેની ફરજ પર હતાં તે દરમિયાન કોઇ કારણસર સફાઈ કામદારો સાથે મામલો બીચકતા સફાઈ કામદારોએ એસએસઆઈ ઉપર હુમલો કર્યો હતો. જેમાં મહાનગરપાલિકાના કર્મચારીને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પોલીસ કાફલો અને મહાનગરપાલિકાના અધિકારીઓ પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા. ઘવાયેલા કર્મચારીને પ્રાથમિક સારવાર અપાયા બાદ કોણે કોણે અને કયા કારણોસર હુમલો કર્યો ? તે અંગેની તપાસ આરંભી હતી.