ગોકુલનગર વિસ્તારમાં સરકારી સ્કુલના બાંધકામ સ્થળે મજૂરી કામ કરતા પરિવારના ઘરમાંથી રૂા.9800 ની કિંમતના દાગીના અને મોબાઇલ ફોન ચોરીના બનાવમાં પોલીસે તપાસ આદરી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર આંગણવાડીની પાછળ સરકારી સ્કુલના બાંધકામ સ્થળે મજુરી કામ કરતા દાહોદના આદિવાસી રેખાબેન રાજુભાઈ ગણાવા તેમના પરિવાર સાથે ગત તા.16 ના રાત્રિના સમયે નિંદ્રાધિન હતાં ત્યારે અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી ઘરમાં પડેલા ચાર હજારની કિંમતના ચાંદીના સાંકળા, રૂા. 1000 ની કિંમતની ચાંદીની માળા, રૂા. બે હજારની કિંમતની ચાંદીની બંગડી, રૂા. 300 ની પગમાં પહેરવાની વીંટી અને રૂા.2500 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.9800 નો સામાન ચોરી કરીને લઇ ગયા હતાં. આ અંગે રેખાબેન દ્વારા કરાયેલી જાણના આધારે પીએસઆઈ આર પી ખલીફા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.