દ્વારકાના વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાધીશ જગતમંદિરમાં વર્ષ 2023-24 દરમિયાન આશરે 81.50 લાખ જેટલા યાત્રિકોએ મુલાકાત લઈ દર્શન કર્યા હતા. આ સાથે વર્ષ દરમ્યાન અંદાજે 23.78 કરોડની રોકડ ભેટ સ્વરૂપે અર્પણ કરાઈ હતી. આભુષણોમાં આશરે 1.70 કિલો સોનું તથા 50.60 કિલો જેટલી ચાંદી ભાવિકો દ્વારા શ્રીજીના ચરણોમાં અર્પણ કરાઈ હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા દાયકામાં દ્વારકા યાત્રાધામમાં આવતા ભાવિકોની સંખ્યામાં તેમજ શિવરાજપુર બીચ તથા અન્ય ટુરીસ્ટ ડેસ્ટીનેશનના માળખાકીય વિકાસ સાથે સુવિધાસભર માહોલમાં તેમજ કુદરતી સૌંદર્યની સાથોસાથ અન્ય સુખ સુવિધાઓ પણ પ્રાપ્ય બની રહેતા યાત્રાધામ દ્વારકા એ યાત્રીકો તથા સહેલાણીઓની પહેલી પસંદ બની રહ્યું છે. જેથી ટુરીઝમના વિકાસની સાથે સાથે અન્ય ક્ષેત્રોમાં પણ મુલાકાતીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો જોવા મળ્યો છે.