Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાની સરકારી શાળામાંથી લેપટોપની ઉઠાંતરી

ખંભાળિયાની સરકારી શાળામાંથી લેપટોપની ઉઠાંતરી

તાળા તોડ્યા વગર બે લેપટોપ ચોરાયા !

- Advertisement -

ખંભાળિયા શહેર નજીક આવેલા શક્તિનગર વિસ્તાર સ્થિત એક સરકારી શાળાની કચેરીમાંથી કોઈ તસ્કરો બે લેપટોપ ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

- Advertisement -

આ અંગે ખંભાળિયામાં યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને મૂળ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રહીશ સુરેશભાઈ લાલાભાઈ પરમાર (ઉ.વ. 44) એ ખંભાળિયા પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ અત્રેથી આશરે સાત કિલોમીટર દૂર શક્તિનગર બેલાવાડી ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળાની ઓફિસમાંથી ગત તારીખ 8 એપ્રિલના રોજ કોઈ તસ્કરો જુદા જુદા બે મોડેલના લેપટોપ કે જે ઓફિસના કબાટમાં રાખવામાં આવ્યા હતા, આ બંને લેપટોપ કબાટ કે ઓફીસના તાળા તોડ્યા વગર કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા. આ બંને લેપટોપની કુલ કિંમત રૂપિયા એક લાખ જાહેર કરવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે શાળાના કર્મચારી સુરેશભાઈ પરમારની ફરિયાદ પરથી આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular