રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરી ફરાર થયેલા આરોપીને જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, રાજકોગના ગાંધીગ્રામ – 2 (યુનિ.) પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2019 ના વર્ષમાં નોંધાયેલા હત્યાના ગુનામાં ઝડપાયેલો ફિરોઝ જીકર મોટલીયા રાજકોટની મધ્યસ્થ પોપટપરા જેલમાં કાચા કામના કેદીમાં 159/2024 માં તરીકે હતો તે દરમિયાન પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. આ આરોપી અંગેની સર્વેલન્સ સ્કવોર્ડના એએસઆઇ રઘુવીરસિંહ પરમાર, પો.કો. મયુરરાજસિંહ જાડેજા, સાજીદ બેલીમને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી પી ઝા, પીએસઆઈ કે.ડી. જાડેજા, એએસઆઈ રઘુવીરસિંહ પરમાર, હેકો રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, દશરથસિંહ પરમાર, પો.કો. સંજય પરમાર, હિતેશ મકવાણા, કલ્પેશ અઘારા, જયદીપસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા, સાજીદ બેલીમ, વિપુલ ગઢવી સહિતના સ્ટાફે વિકટોરીયા પુલ પાસેથી બાતમી મુજબના ફિરોઝ જીકર મોટલીયા નામના રાજકોટના શખ્સને દબોચી લઇ પોપટપરા જેલમાં ધકેલવા કાર્યવાહી હાથ ધરી હતી.