મોટી બાણુંગાર ગામના પાટીયા પાસે બે મોટરસાઇકલ અથડાતા યુવાનને ઈજાઓ પહોંચી હતી. આ અંગે ગઈકાલે રમેશભાઇ દ્વારા મોટરસાઈકલ ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાં રહેતાં અને પ્લમ્બીંગનું કામ કરતાં રમેશભાઈ રાજાભાઈ પારીયા (ઉ.વ.42) નામના યુવાન ગત તા.8 એપ્રિલના રોજ પોતાનું જીજે-10-ડીએચ-6643 નંબરનું મોટરસાઈકલ લઇ બાણુંગાર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતાં આ દરમિયાન એમ.પી. 45. એમ.એલ. 3427 નંબરના મોટરસાઈકલ ચાલકે પોતાનું મોટરસાઈકલ બેદરકારી અને પૂરઝડપે ચલાવી ફરિયાદીના મોટરસાઈકલને જમણી બાજુ પછડાવી રોડ પર પછાડી દઈ રમેશભાઈને માથા, ખંભા, તથા હાથ-પગમાં ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે રમેશભાઇ દ્વારા પંચ એ ડીવીઝનમાં મોટરસાઈકલના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મોટરસાઈકલ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.