Monday, December 23, 2024
HomeUncategorizedજામનગરમાં ભાજપા દ્વારા પૂનમબેન માડમના સમર્થનમાં વિજય વિશ્વાસ સંમેલન - VIDEO

જામનગરમાં ભાજપા દ્વારા પૂનમબેન માડમના સમર્થનમાં વિજય વિશ્વાસ સંમેલન – VIDEO

કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર સહિતના મહાનુભાવો ઉપસ્થિત: ઓશવાળ સેન્ટર ખાતે અભૂતપૂર્વ જનમેદની ઉમટી 

- Advertisement -

જામનગર લોકસભાના ભાજપાના ઉમેદવાર પુનમબેન માડમના નામાંકન પત્ર ભરવા અન્વયે ઓશવાળ સેન્ટર ખાતે વિજય સંકલ્પ સંમેલન તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના ભાજપાના હોદેદારો કાર્યકરો સહિત અભૂતપૂર્વ જનમેદની ઉમટી પડી હતી.

- Advertisement -

જામનગર સહિત રાજ્યની 26 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી ચાલી રહી છે. આવતીકાલે જામનગર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમ ઉમેદવારી પત્ર ભરશે. ત્યારે તે પૂર્વે આજરોજ લોકસભા ચૂંટણી અન્વયે 12 જામનગર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમના નામાંકન પત્ર ભરવા અન્વયે વિજય સંકલ્પ સંમેલનનું આયોજન જામનગર શહેરના ઓશવાળ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. સાંસદ અને 12 જામનગર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં યોજાયેલ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા,  પબુભા માણેક, મેઘજીભાઈ ચાવડા, જામનગર શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જામનગર જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઇ મુંગરા, દ્વારકા  ભાજપા પ્રમુખ મયુરભાઈ ગઢવી, રિલાયન્સ ગુ્રપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી,    પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફીયા, પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા, આર.સી.ફળદુ,  વસુબેન ત્રિવેદી, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, ચંદ્રેશ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ધારાસભ્યો ચિમનભાઈ સાપરીયા, લાલજીભાઈ સોલંકી, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ મુકેશભાઈ દાસાણી, હસમુખભાઈ હિંડોચા, નિલેશભાઈ ઉદાણી,  શહેર ભાજપા મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, પ્રકાશભાઇ બાંભણિયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા,  શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈનાખવા સહિતના હોદેદારો, અગ્રણીઓ, કોર્પોરેટરો, કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular