આગામી જુલાઈ માસથી અમલમાં આવનાર નવા કાયદા અનુસંધાને જામનગર પોલીસ હેડકવાર્ટર ખાતે માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની કચેરીના આદેશ અનુસાર 01/07/2024 ના અમલમાં આવનાર નવા કાયદા અનુસંધાને પોલીસ પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીના અધ્યક્ષસ્થાને તથા જયવિરસિંહ ઝાલાના નાયબ પોલીસ અધિક્ષક, શહેર વિભાગનાઓ સહ અધ્યક્ષતામાં પોલીસ હેડ કવાર્ટર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીકયુટરઓ, તપાસ કરનાર અધિકારીઓ/કર્મચારીઓ તથા વકીલ મિત્રો મળી આશરે 100 લોકો એ ભાગ લીધો અને લાગુ થવામાં આવનાર નવા કાયદો વિશે ચર્ચા વિચારણા કરી. પબ્લીક પ્રોસીકયુટ દ્વારા નવા કાયદા વિશે પોલીસે અધિકારીઓ /કર્મચારીઓને માહિતી અપાઈ હતી.