ધ્રોલ ગામમાં લતીપર રોડ પર રહેતાં યુવાને સાત વર્ષ પહેલાં કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી તેના સાળાએ બનેવી ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામાં આવેલામાં ચામુંડા પ્લોટમાં રહેતાં મજૂરી કામ કરતા રાહુલ ગેલાભાઈ પરમાર નામના યુવાને સાત વર્ષ પહેલાં મહેશ ગોહિલની બહેન સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. આ પ્રેમલગ્નનો ખાર રાખી જોડિયામાં રહેતાં મહેશ દેવજી ગોહિલ નામના શખ્સે ગત તા. 11 ના રોજ બપોરના સમયે ધ્રોલ ગામમાં તેના બનેવી રાહુલને આંતરીને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા બનેવીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં બનાવની જાણના આધારે હેકો એચ બી સોઢીયા તથા સ્ટાફે બનેવી રાહુલના નિવેદનના આધારે તેના સાળા મહેશ વિરૂધ્ધ ગુુનો નોંધી તપાસ આરંભી હતી.