Tuesday, January 14, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં આઇપીએલની મેચો ઉપર ઓનલાઇન જુગાર રમતાં 4 શખ્સો ઝડપાયા

જામનગર શહેરમાં આઇપીએલની મેચો ઉપર ઓનલાઇન જુગાર રમતાં 4 શખ્સો ઝડપાયા

કપાત લેનાર બે શખ્સની શોધખોળ

- Advertisement -

જામનગર શહેરમાં 36 દિગ્વિજય પ્લોટ સમા હોસ્ટિપલની પાછળથી સીટી એ પોલીસે બે શખ્સોને ઓનલાઇન ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતાં ઝડપી લઇ રૂપિયા 900ની રોકડ સહિત કુલ રૂા. 2000નો મુદામાલ કબ્જે કર્યો હતો. જામનગર શહેરના કડિયાવાડ વિશ્ર્વકર્મા ચોકમાં આઇપીએલ મેચ ઉપર ઓનલાઇન જુગાર રમતો એક શખ્સ ઝડપાયો હતો. શહેરના ગ્રેઇન માર્કેટમાંથી એક શખ્સ આઇપીએલ મેચ ઉપર ઓનલાઇન જુગાર રમતાં ઝડપાયો હતો.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં 36 દિગ્વિજય પ્લોટ સમા હોસ્પિટલની પાછળ બે શખ્સો મોબાઇલમાં ક્રિકેટ લાઇન ગુડ નામની એપ્લીકેશનમાં આઇપીએલ 2024ના મુંબઇ ઇન્ડિયન્સ-ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેનો મેચનો લાઇવ સ્કોર નિહાળી રન ફેર તથા હાર-જીતના સોદાઓ પાડી જુગાર રમતા હોવાની બાતમીને આધારે સીટી એ પોલીસે મિકુલ ઉર્ફે બાઠિયો અમૃતલાલ ગોરી તથા મહેશ રામજી મકવાણા નામના બે શખ્સોને ઓનલાઇન જુગાર રમતાં ઝડપી લઇ રૂપિયા 900ની રોકડ તથા 2000ની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 2900નો મુદામાલ કબજે કર્યો હતો. તેમજ કપાત કરાવવાના મો.74348 05015 નંબરના વપરાશકર્તા વિરૂધ્ધ પણ ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર શહેરમાં કડિવાયાડ વિશ્ર્વકર્મા ચોકમાં એક શખ્સ આઇપીએલની મુંબઇ ઇન્ડિયન્સ તથા ચેન્નાઇ સુપર કિંગસ વચ્ચેની ક્રિકેટ મેચ ઓનલાઇન એપ્લિકેશનમાં નિહાળી પેસાની હારજીતનો જુગાર રમતો હોવાની બાતમીને આધારે જામનગર એલસીબીએ રેઇડ દરમ્યાન રોહિત ઉર્ફે ગટુ જેન્તી ચાવડા નામના શખ્સને રૂા. 200ની રોકડ તથા રૂા. પ000ની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 5200ના મુદામાલ સાથે ઓનલાઇન જુગાર રમતો ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આઇડી આપનાર વિરલ પુંજાણી નામના શખસની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો જામનગર શહેરમાં ગ્રેઇન માર્કેટ ચેમ્બર રોડ પાસે આવેલ નાકા પાસે એક શખ્સ આઇપીએલની કિંગ્સ ઇલેવન પંજાબ તથા રાજસ્થાન રોયલની મેચ પોતાના મોબાઇલમાં ઓનલાઇન એપ્લીકેશનના માધ્યમથી નિહાળી ઓનલાઇન જુગાર રમતો હોવાની માહિતીને આધારે બી ડિવીઝન પોલીસે રેઇડ દરમ્યાન દિપ ઉર્ફે કાનો દિનેશ કોટેચા નામના શખ્સને રૂપિયા 950ની રોકડ તથા રૂા.પ000ની કિમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 5950 ના મુદામાલ સાથે ઓનલાઇન જુગાર રમતાં ઝડપી લીધો હતો. તેમજ નટુ મો. 75674 34881, 83204 71949 નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular