Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરમાતાના નામે રહેલી ખેતીની જમીન પુત્રીએ છેતરપિંડી કરી પોતાના નામે કરી લીધી

માતાના નામે રહેલી ખેતીની જમીન પુત્રીએ છેતરપિંડી કરી પોતાના નામે કરી લીધી

નોટરી વકીલ સાથે મળી ખોટું સોગંદનામુ અને ફોટા લગાડયા: મામલતદાર કચેરીમાંથી માતાનું નામ કમી કરાવ્યું : માતાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જોડિયા તાલુકાના ભાદરા ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા મહિલાની ખેતીની જમીન જામનગરના મહિલાએ એડવોકેટની મદદથી બોગસ સોગંદનામુ બનાવી જમીનમાં મહિલાનું નામ કમી કરાવી પોતાના નામે કરી લેવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના ભાદરા ગામના વતની અને રાજકોટમાં રહેતાં મધુબેન ઉર્ફે અરુણાબેન વિનોદભાઈ ભંડેરી (ઉ.વ.42) નામની મહિલાની લતીપુર ગામમાં સર્વે નંબર 207 પૈકીની 3 હે.આરે. ચો.મી. 0-64-75 વાળી જમીન જામનગરમાં રહેતી વિનોદ ભંડેરીની પુત્રી દર્શિતાબેન તુષાર ડોબરીયા નામની યુવતીએ માતાના નામે રહેલી જમીન પોતાના નામે કરવા માટે ધ્રોલના નોટરી અને વકીલ જતીનભાઈ એન. અનડકટ સાથે મળી મધુબેનના નામનું 50 રૂપિયાવાળુ ખોટુ સોગંદનામુ કરી ફોટા અને ઓળખ કાર્ડ લીધા વગર તૈયાર કરી તેમાં મધુબેનના નામની બોગસ સહિ કરી ખોટા સોગંદનામાન સાચા સોગંદનામામાં ગણાવી દર્શિતાબેને પોતાના નામે કરી લીધી હતી. આ અંગેની જાણ થતા મધુબેને તેની પુત્રી દર્શિતાબેન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ પી જી પનારા તથા સ્ટાફે મહિલા અને વકીલ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular