જામનગર તાલુકાના વીજરખી ગામ નજીક વિહાર કરીને જઈ રહેલા જૈનમુનિને અજાણ્યા વાહને ઠોકર મારી ગંભીર ઈજા પહોંચાડી પલાયન થઈ જનાર વાહનચાલકને પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર વિહાર કરીને જઇ રહેલા જૈન મુનિ હિતશેખર વિજયજી મહારાજને કોઇ અજ્ઞાત વાહનના ચાલકે હડફેટે લઇ લીધા હતાં. જેથી તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં અને જામનગરના પંચકોશી-એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી પીએસઆઇ એ.કે. પટેલ, હેકો બી.એચ. લાબરીયા, પો.કો. ચેતન ઘાઘરેટીયા, ફિરોજ ખફી, હરદેવસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, કમલેશ ખીમાણીયા સહિતનાએ તપાસ આરંભી હતી. દરમિયાન હેકો નિર્મળસિંહ જાડેજા, ચેતન ઘાઘરેટીયા, ફિરોજ ખફી અને હરદેવસિંહ ઝાલા દ્વારા ટેકનિકલ સોર્સની મદદથી સીસીટીવી ફુટેજના આધારે પોલીસને જીજે-10-ટીએકસ-0167 નંબરની બોલેરો કારે જૈન મુનિને ઠોકર મારી હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસને મોબાઇલ પોકેટ કેપ એપ્લીકેશનની મદદથી બોલેરોચાલક રાજેશ ઉર્ફે રાજુ વેજાણંદ ભાટીયા (રહે. નાઘેડી) નામના શખ્સને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.