જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર-ડે નિમિત્તે શહિદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ તથા ફાયરના જવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
વર્ષ 1944માં મુંબઇના વિકટોરીયા ડોક યાર્ડમાં આગની દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બચાવ કામગીરી દરમિયાન ફાયરના જવાનો શહિદ થયા હતાં. આથી દરવર્ષે 14 એપ્રિલના રોજ ફાયર-ડે તરીકે ઉજવવામાં આવે છે. જામનગર શહેરમાં પણ દરવર્ષની જેમ આ વર્ષે પણ ગઇકાલે 14 એપ્રિલના રોજ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ખાતે ફાયર-ડે નિમિત્તે આગની ઘટનામાં શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંલિ અર્પણ કરવામાં આવી હતી. જામ્યુકો ડે. કમિશનર ગોહિલ, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ સહિતના અધિકારીઓ તેમજ ફાયરના જવાનો ઉપસ્થિત રહી શહિદ થયેલા જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.