જામનગરમાં ગુરુદ્વારામાં ગુરુસિંઘ સભામાં વૈશાખી પર્વની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવશે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અને ગુરુદ્વારા પરિસરને જળહળથી રોશનીથી સજજ બનાવાયું છે, તેમજ સહજ પાઠ સહિતના કાર્યક્રમ ચાલી રહ્યા છે.
આવતીકાલે તા 13.4.2024ના રોજ ગુરુદ્વારા ખાતે સવારે 10.30 વાગ્યે સેહજ પાઠ સાહેબની સમાપ્તિ કરવા આવશે. તે પછી શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવશે. રાજસ્થાનના ગંગાનગરના પ્રખ્યાત કથા વાંચક જ્ઞાની દિલીપસિંઘજી પણ હાજરી આપશે ત્યારબાદ ’ ગુરુકા લંગર’ પ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો સર્વેએ લાભ લેવા અનુરોધ કરાયો છે.