જામનગર શહેરના રણજીતસાગર રોડ પર પાનની દુકાન પાસે જાહેરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ ઈન્ડીયન્સ વચ્ચેના ક્રિકેટના પ્રસારણ ઉપર રનફેરના સોદા કરી જૂગાર રમતા શખ્સને પોલીસે રૂા.9100 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર સહિત સમગ્ર દેશમાં આઈપીએેલ 2024 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટના જીવંત પ્રસારણ ઉપર કરોડો રૂપિયાનો સટ્ટો રમાડાતો હોય છે. દરમિયાન જામનગર શહેરમાં પણ અનેક ઠેકાણે આ ટૂર્નામેન્ટ ઉપર જૂગાર રમાડતા હોય છે. દરમિયાન રણજીતસાગર રોડ પર ગ્રીન સીટી પાસે પાનની દુકાન નજીક જાહેરમાં મોબાઇલ ફોનમાં ભારતમાં ચાલતી આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ ઈન્ડીયન્સ વચ્ચે રમાતા 20-20 ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેર હારજીતના સોદા કરી જૂગાર રમતા હિતેશ ઠાકોરદાસ મંગે નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી લઇ તેની પાસેથી રૂા.4100 નીરોકડ રકમ અને પાંચ હજારનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.9100 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.