રાજકોટ લોકસભાના ભાજના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદને લઇ જામનગરના જામસાહેબ દ્વારા જો રૂપાલા ધર્મગુરૂઓની સામે ક્ષમા વિરસ્ય ભૂષણમના ધર્મને યાદ કરી માફી આપવાના એક નિવેદનમાં જણાવ્યું છે.
જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ પુરૂષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણીના વિવાદમાં ક્ષત્રિયને એક થવા અપીલ કરી લોકશાહીને અનુરૂપ સજા આપવા નિવેદન કર્યા બાદ ફરી એક વખત નિવેદન કરતા જણાવ્યું હતું કે, તેમના પત્ર સાર્વજનિક થયા બાદ સમાજના ઘણા આગેવાનો ધર્મગુરૂઓ તેમજ અન્ય આગેવાનો સાથે તેમને વાત થઈ હતી અને રૂપાલાએ પહેલાં બે વખત માફી માંગી લીધી છે તેમ તેમના ધ્યાનમાં આવ્યું છે આથી તેમણે વધુમાં જણાવ્યું છે કે, આટલું પુરતુ નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ, આગેવાનો અને ધર્મગુરૂઓની સામે માફી માંગવી જોઇએ. ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો ક્ષમા વિરસ્ય ભૂષણમના ક્ષત્રિય ધર્મને યાદ કરી માફી આપવી જોઇએ.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાની ચૂંટણી છે. ગુજરાતના નરેન્દ્ર મોદીએ દેશને ખૂબ આગળ વધાર્યો છે. દેશને સમૃધ્ધ અને સુરક્ષિત કર્યો છે. ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્ર્વમાં માન વધાર્યુ છે. જેને ધ્યાને લઇને આગળ વધવું જોઇએ.