Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં નિવૃત્ત વૃધ્ધનું મકાન પચાવી પાડયું

જામનગર શહેરમાં નિવૃત્ત વૃધ્ધનું મકાન પચાવી પાડયું

આરોપીના પિતાને રહેવા આપ્યું હતું : વૃધ્ધ દ્વારા લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ પોલીસ ફરિયાદ

- Advertisement -

જામનગર શહેરમાં જી. જી. હોસ્પિટલ પાછળ આવેલી તેજપ્રકાશ સોસાયટી માં રહેતા નિવૃત્ત વૃધ્ધનું પટેલ કોલોની શેરી નં.9 ના છેડે આવેલું ગીતા નિવાસ નામનું મકાન શખ્સે ગેરકાયદેસર રીતે પચાવી પાડયાના આધારે પોલીસે લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ઇરવિન હોસ્પિટલ પાછળ આવેલી તેજ પ્રકાશ સોસાયટીમાં રહેતા નિવૃત્ત વૃધ્ધ ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા વૃધ્ધનું શહેરના પટેલ કોલોની શેરી નં.9 ના છેડે શાંતિનગર શેરી નં.3 વાળા વિસ્તારમાં વોર્ડ નં.12 અને શિફટ નંબર 58 સીટી સર્વે નંબર 6064 ક્ષેત્રફળ 185.29 વાળુ ગીતા નિવાસ નામનું મકાન વૃધ્ધે ખરીદ કર્યુ હતું. આ મકાન વૃધ્ધના માતાને વારસાઈમાં મળ્યું હતું. જે મકાનનો કબ્જો પટેલ કોલોની શેરી નં.9 ના છેડે અને શાંતિનગર શેરી નં.3 માં રહેતા ઋષિરાજસિંહ તખુભા જાડેજા નામના શખ્સે ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે પચાવી પાડવાના ઈરાદે કબ્જો જમાવી લીધો હતો અને અવાર-નવાર મકાન ખાલી કરવાનું કહેવા છતાં મકાન ખાલી કર્યુ ન હતું. આ મામલે નિવૃત્ત વૃધ્ધ દ્વારા અવાર-નવાર માંગણી કરવા છતાં મકાનનો કબ્જો પોતાની પાસે જ રાખ્યો હતો. જેથી આખરે વૃધ્ધે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા સ્ટાફ દ્વારા ઋષિરાજસિંહ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular