Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ચેટીચાંદ નિમિત્તે ભવ્ય ઉજવણી

જામનગરમાં ચેટીચાંદ નિમિત્તે ભવ્ય ઉજવણી

- Advertisement -

આયો લાલ… ઝુલેલાલ આજે ચેટીચાંદનો પર્વ હોય જામનગરમાં સિંધી સમાજ દ્વારા ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ જયંતી ચેટીચાંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે સવારથી જ ત્રણબતી ચોકમાં આવેલા ભગવાન ઝૂલેલાલના મંદિરે ભકતોની ભીડ જામી છે. ઉપરાંત ઝુલેલાલ મંદિર સાધના કોલોનીથી ભવ્ય બાઈક રેલી પ્રસ્થાન કરીને નાનકપુરી, પવનચકકી સહિતના શહેરના મહત્વના માર્ગો પરથી પસાર થઈને જૂના રેલવે સ્ટેશન ખાતે આવેલા મંદિરે પુર્ણ કરવામાં આવી હતી. ચેટીચાંદ પર્વને લઇને સિંધીસમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ભવ્ય બાઈક રેલીમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ – બહેનો જોડાયા હતા. જ્યારે ઝુલેલાલ ચોક અને ત્રણબતી ચોકમાં ધજા પતાકા લગાડવામાં આવ્યા છે. અને ભગવાન ઝુલેલાલના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ ઉપરાંત સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં ચેટીચાંદ પર્વને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. જ્યારે જામનગરમાં સિંધી સમાજ દ્વારા ખૂબ ધામધૂમપૂર્વક ચેટી ચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular