Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના નવાગામ ઘેડમાં યુવતીની આત્મહત્યાથી અરેરાટી

જામનગરના નવાગામ ઘેડમાં યુવતીની આત્મહત્યાથી અરેરાટી

સોમવારે સાંજે હુકમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટુંકાવી : કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ : બીમારી સબબ ભિક્ષુક પુરૂષનું મોત: ઓખળ મેળવવા પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી યુવતીએ તેણીના ઘરે અગમ્યકારણોસર છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી. જામનગર શહેરના ત્રણબતી ચોક પાસેથી બીમાર હાલતમાં મળી આવેલા પુરૂષનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના નવાગામ ઘેડમાં બી એન ઝાલા સ્કૂલ પાછળના વિસ્તારમાં રહેતી અંકિતાબેન પ્રશાંત સંચાણિયા (ઉ.વ.24) નામની યુવતીએ ગઈકાલે રાત્રિના સમયે તેણીના ઘરે ધાબાની છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો બનાવની જાણ કરાતા 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઇ તપાસ હાથ ધરતા યુવતીનું મોત નિપજ્યાનું જાહેર થયું હતું. આ અંગેની જાણના આધારે પીએસઆઈ આર.પી. અસારી તથા સ્ટાફે બનાવસ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પતિ પ્રશાંતભાઈના નિવેદનના આધારે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

બીજો બનાવ, જામનગર શહેરમાં ત્રણબતી ચોક પાસેથી ત્રણ દિવસ પહેલાં સાંજના સમયે ભીક્ષુક પુરૂષને શ્વાસની તકલીફ હોવાથી 108 એમ્બ્યુલન્સ દ્વારા અહીંની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન સોમવારે સાંજે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે પીએસઆઈ ડી. જી. રાજ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular