Wednesday, January 15, 2025
Homeરાજ્યહાલારપતિ સાથે લઇ ન જતા પત્નીએ ઝેરી દવા ગટગટાવી

પતિ સાથે લઇ ન જતા પત્નીએ ઝેરી દવા ગટગટાવી

- Advertisement -

ભાણવડ તાલુકાના જંબુસર ગામના વાડી વિસ્તારમાં રહેતી અને ખેતમજૂરી કરતી મહિલાને તેણીનો પતિ ઘરે સાથે લઇ ન જતા મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ભાણવડથી આશરે 17 કિલોમીટર દૂર જંબુસર વાડી વિસ્તારમાં હાલ રહેતી અને મૂળ મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના ભગવાનપુરા તાલુકાની વતની સુનીતાબેન રાજુભાઈ સસ્તિયા નામની 26 વર્ષની આદિવાસી મહિલાએ ગત તારીખ 31 મી ના રોજ પોતાના હાથે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.
મૃતક મહિલાના પતિએ તેણીને પોતાની સાથે તેમના ઘરે લઈ ન જતા આ બાબતે તેણીને મનમાં લાગી આવતા તેણીએ આ પગલું ભર્યું હોવાની જાણ ભાણવડમાં રહેતા કુલસિંહ બડોલે આદિવાસીએ ભાણવડ પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular