જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર નયારા ટાઉનશીપ પાસેથી ચાલીને જતા યુવાનને પાછળથી પૂરપાટ આવી રહેલા મીની બસના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા ફંગોળાઈ જવાથી ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર એસ મરીન ટેકના ગેઈટની સામે નયારા ટાઉનશીપ નજીક શુક્રવારે સાંજના સમયે ડીવાઈડર પાસેથી ચાલીને જતા યુવાનને પાછળથી પૂરપાટ આવી રહેલી જીજે-16-ઝેડ-3240 નંબરની મીની ટેમ્પો ટ્રાવેલર બસના ચાલકે હડફેટે લેતા ફંગોળાઈ જવાથી માથામાં તથા શરીરે અને પગમાં ગંભીર ઈજા પહોંચતા ગંભીર ઈજા પહોંચી હતી. બસે હડફેટે લેતા યુવાનનો પગ કપાઈ ગયો હતો. ત્યારબાદ ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની અનિરૂધ્ધપુરી ગોસ્વામી દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.એચ. બાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા અને બસચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.