જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા યુવાને દોઢ દાયકાથી થયેલી માનસિક બીમારીથી કંટાળીને એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં તાલુકા શાળા સામે રહેતા મનોજભાઈ હિરાભાઈ રાઠોડ (ઉ.વ.40) નામના યુવાનને છેલ્લાં 18 વર્ષથી માનસિક બીમારી થઈ હતી અને આ બીમારીની સારવાર ચાલુ હોવા છતાં સુધારો થતો ન હોવાથી બીમારીથી કંટાળીને ગત તા.7 માર્ચના રોજ સવારના સમયે તેના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું શનિવારે સાંજના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પત્ની હંસાબેન દ્વારા જાણ કરાતા હેકો આર.કે. કંડોરીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.