દ્વારકામાં આવેલા જગત મંદિરના કારણે અહીં હજારોની સંખ્યામાં દરરોજ યાત્રિકો દર્શનાર્થે આવે છે. આથી મંદિર ચોકમાં હર હંમેશ યાત્રિકોની ભીડ રહેતી હોય છે. ગઈકાલે ગુરુવારે મોડી સાંજે મંદિર ચોક વિસ્તારમાં આવેલ એક જીર્ણ થઈ ગયેલી ઈમારતના રવેશનું સિમેન્ટનું પોપડુ નીચે ઉભેલા એક યાત્રિક મહિલાના માથે પડતા ગંભીર ઇજાઓ થવા પામી હતી. આથી તાકીદે 108 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ મહિલા યાત્રિકને દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને તેણીને સારવાર આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કાયમ ભરચક્ક રહેતા મંદિર ચોકમાં આવેલી આ બિલ્ડીંગ વર્ષો જૂની હોવાથી અતિ ઝીર્ણ થઈ ગઈ છે. જેના કારણે કોઈપણ સમયે અતિ ગંભીર અકસ્માત થવાની સંભાવનાઓ એક કરાઈ રહી છે. જેના લીધે તંત્ર દ્વારા આ જર્જરીત ઈમારતને તોડી પાડવામાં આવે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.