Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના સાધના કોલોનીમાં પરિણીતાને ત્રાસ આપ્યાની પતિ વિરૂધ્ધ ફરિયાદ

જામનગરના સાધના કોલોનીમાં પરિણીતાને ત્રાસ આપ્યાની પતિ વિરૂધ્ધ ફરિયાદ

- Advertisement -

જામનગર શહેરમાં ન્યુ સાધના કોલોની બ્લોક નંબર એલ/86 રૂમ નં.4185 માં રહેતી નીકિતાબેન પંકજભાઈ ડાંગર નામની પરિણીત યુવતીએ પોતાના પતિ પંકજ લાખાભાઈ ડાંગર વિરૂધ્ધ મારકૂટ કરી ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેનો પતિ અવાર-નવાર ઘરે દારૂ પીને આવતો હોય અને નાની નાની વાતોમાં વાંક કાઢી અપશબ્દો બોલી મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હોય આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular