આગામી સમયમાં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે શનિવારે સાંજે સી.આર.પીએફ.ના જવાનોની ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અહીંના પોસ્ટ ઓફિસ રોડ, નગર ગેઈટ, ચાર રસ્તા સહિતના જુદા-જુદા માર્ગો પર સી.આર.પી.એફ.ના જવાનો સાથે સ્થાનિક પોલીસ સ્ટાફએ જોડાઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.