ધ્રોલ ટાઉન વિસ્તારમાંથી પોલીસે ચાર મહિલાઓ સહિત કુલ આઠ શખ્સોને જાહેરમાં જૂગાર રમતા ઝડપી લઇ રૂા.14720 ની રોકડ રકમ સહિતનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, ધ્રોલ ટાઉન ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા ફીરોજ લાડકના મકાનની બાજુમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની પો.કો. જગદીશભાઈ જોગરાણા તથા રવિરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ધ્રોલ પોલીસે રેઈડ દરમિયાન ફારુક નુરમામદ મુલ્લા, જાવીદ ફારુક મુલ્લા, કાદર આમદ દલ તથા રાજેશ સમસુદીન પોપટીયા તથા ચાર મહિલાઓ સહિત કુલ આઠ શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂા.14720 ની રોકડ સહિતના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.