Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરવિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ

જામનગરમાં 23 માર્ચના શહીદ દિવસે ક્રાંતિકારી વીર શહીદ ભગતસિંહની પ્રતિમાને વિશ્વ હિન્દુ પરિષદની જામનગરની જીલ્લા ટીમ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

- Advertisement -

દેશ માટે બલીદાન આપનારા એવા અમર શહીદોને શહીદ દિવસ પર યાદ કરીને કોટી કોટી વંદનની અનુભૂતિ થાય છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના આયામો, બજરંગદળ, દુર્ગાવાહિની અને માતૃશકિત દ્વારા ક્રાંતિકારી વિર ભગતસિંહની પ્રતિમાને શહીદ દિવસે પૂષ્પાંજલિ અર્પણ કરવમાં આવી હતી આ તકે વિશ્વ હિન્દુ પરિષદના જામનગર વિભાગના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરીયા, વિભાગ સહમંત્રી ધર્મેશભાઈ ગોંડલિયા, જામનગર ગ્રામ્યના અધ્યક્ષ રમેશભાઈ તારપરા, જામનગર જિલ્લા ઉપાધ્યક્ષ સુબ્રહ્મણ્યમભાઈ પીલ્લે, વિજયભાઈ બાબરીયા અતે પ્રફુલ્લાબેન અગ્રાવત, જિલ્લા મંત્રી હેમંતસિંહ જાડેજા, સુરેશભાઈ ગોંડલિયા, બજરંગદળ સહ સંયોજક ધ્રુમિલભાઈ લંબાટે, હિમાંશુભાઈ ગોસ્વામી, દુર્ગાવાહિની જિલ્લા સંયોજિકા કૃપાબેન લાલ,માતૃશકિતના સહસંયોજીકા વર્ષાબેન નંદા અને ભાવનાબેન ગઢવી, ધાત્રીબેન સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને હવાઈ ચોક વિસ્તારમાં આવેલ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular