Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરના વેપારીનો બ્રાસનો સામાન લઇ નાશી જનાર આઇસરચાલક ઝડપાયો - VIDEO

જામનગરના વેપારીનો બ્રાસનો સામાન લઇ નાશી જનાર આઇસરચાલક ઝડપાયો – VIDEO

પંચ બી પોલીસ અને એલસીબીનું સંયુકત ઓપરેશન : સુરત - કામરેજ રોડ પરથી દબોચ્યો : 82.25 લાખના બ્રાસના વાલ્વ કબ્જે કરાયા

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલી કંપનીમાંથી નાસિક મોકલેલો રૂા.82 લાખની કિંમતનો બ્રાસપાર્ટનો જથ્થો લઇને નાશીજનાર આઈસરના ડ્રાઈવરને એલસીબી તથા પંચ બી પોલીસ સ્ટાફે સંયુકત કામગીરી અંતર્ગત સુરત નજીકથી દબોચી લઇ બ્રાસપાર્ટનો જથ્થો કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ફેસ 3 માં આવેલી ઈગલ કાર્ગો યુનિટ ઓફ ઈગલ ટે્રડલીંકસ પ્રા.લિ. નામની કંપનીએ મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી એકયુરાવાલ્સ પ્રા. લિ. કંપનીને ટોપ મેન્યુફેકચરીંગ કંપની ખાતેથી રૂા.82,25,780 ની કિંમતનો 9838 કિલો બ્રાસપાર્ટના વાલ્વબોકસ નંગ 310 ગત તા.6 ફેબ્રુઆરીના રોજ જીજે-10-ટીવાય-7743 નંબરના આઈસર ટ્રકના ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા દ્વારા નાસિક રવાના કરવામાં આવ્યો હતો. પરંતુ, ચાલક ધર્મેન્દ્રસિંહએ બ્રાસના વાલ્વ નાસિક પહોંચાડવાને બદલે બારોબાર વેંચી નાખવાની પેરવી કરી વિશ્ર્વાસઘાત કર્યાની તુષારભાઈ ગાગીયા દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. જેના આધારે પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે તપાસ આરંભી હતી.

- Advertisement -

દરમિયાન એલસીબી પીઆઈ બી એન ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, પી એન મોરી અને એમ.વી. મોઢવાડિયા અને એલસીબી તથા પંચ બી ના સ્ટાફે જુદી જુદી ટીમો બનાવી તપાસ આરંભી હતી. જેમાં પીએસઆઈ આર.કે.કરમટા તથા એલસીબીના સંજયસિંહ વાળા, દિલીપભાઈ તલવાડિયા અને હિતેન્દ્રહિં જાડેજાની સુરત હાઈવે પર લસતાણા પાસે ધર્મેન્દ્રસિંહ ઝાલા બ્રાસના વાલ્વ સગેવગે કરતો હોવાની બાતમીના આધારે પીઆઈ બી એન ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, પી એન મોરી અને એમ.વી. મોઢવાડિયા તથા સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, હિરેનભાઈ વરણવા, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઈ બ્લોચ, હરદીપભાઈ બારડ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પંચ બી પોલીસ સ્ટાફ સહિતનાએ સુરત-કામરેજ મેઈન રોડ પર બીઆરટીસીએસ બસ સ્ટેન્ડ સામે ઈન્ડીયન ઓઇલ પેટ્રોલિયમની બાજુમાં આવેલી દુકાનમાંથી રૂા.82,25,780 ની કિંમતનાા 9838 કિલોના 310 બોકસ બ્રાસના વાલ્વ કબ્જે કર્યા હતાં.

તેમજ ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા પાસેથી રૂા. 1860 ની રોકડ રકમ અને રૂા.2000 ની કિંમતના બે મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ જામનગર લઇ આવી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular