Friday, December 27, 2024
Homeરાજ્યહાલારઅકસ્માતે કુવામાં પડી જતા કંચનપુરના યુવાનનું મોત

અકસ્માતે કુવામાં પડી જતા કંચનપુરના યુવાનનું મોત

લાંબાના વૃદ્ધને હૃદયરોગનો જીવલેણ હુમલો : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

ખંભાળિયાના કંચનપુર ગામમાં રહેતાં યુવાન તેના ખેતરે પાણી વારતો હતો તે દરમિયાન કુવામાં પાણી પીવા જતાં પગ લપસી જવાથી કુવામાાં પડી જતા મોત નિપજ્યું હતું. કલ્યાણપુરના લાંબા ગામમાં રહેતાં વૃધ્ધને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ, ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે રહેતો નિઝામભાઈ વલીમામદ ખફી નામનો 26 વર્ષનો યુવાન ગઈકાલે ગુરુવારે પોતાની વાડીએ પાણી વાળતો હતો, ત્યારે રાત્રિના સમયે કુવામાં આવેલી નળીમાંથી પાણી પીવા જતા તેનો પગ લપસી જતા અકસ્માતે કૂવામાં ખાબક્યો હતો. જેના કારણે પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ યાસીન વલીમામદ ખફીએ અહીંની પોલીસને કરી છે.

બીજો બનાવ, કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા કાળુભાઈ સીદાભાઈ ચાવડા નામના 70 વર્ષના આહિર વૃદ્ધને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર દાનાભાઈ કાળુભાઈ ચાવડાએ સ્થાનિક પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular