જામનગર શહેરના બેડીના ઈકબાલ ચોક વિસ્તારમાં ગત રાત્રિના સમયે યુવાન ઉપર એક વૃધ્ધ દ્વારા છરી વડે હુમલો કરાતા ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડીના ઈકબાલ ચોક વિસ્તરમાં મંગળવારે રાત્રિના સમયે એક યુવાન ઉપર વૃધ્ધે છરી વડે હુમલો જાહેરમાં હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ યુવાનના નિવેદન નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.