મથુરાની શ્રીકૃષ્ણભૂમીના મુખ્ય પક્ષકાર તરીકે હિન્દુસેના હોય અને આ કેસ પરત ખેંચી લેવા માટે શ્રીકૃષ્ણજન્મભૂમિના મુખ્ય પક્ષકાર અને હિન્દુસેના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને કેટલાંક જેહાદીઓ દ્વારા ત્રણ જીવતા કારતૂસ સાથે ધમકી ભરેલ પત્ર લખ્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ત્યારે જામનગરમાં હિન્દુ સેના દ્વારા કલેકટર મારફત ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે, કરણીસેનાના રાષ્ટ્રીય પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા જેવી કોઇ મોટી દુર્ઘટના બને તે પૂર્વે હિન્દુસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને સુરક્ષા આપવા માંગણી કરાઈ છે.ગુજરાત પ્રદેશ હિન્દુ સેનાના પ્રતિક ભટ્ટ, મયુર ચંદન, અશોક સોલંકી, ધિરેન નંદા, દિપક પિલ્લઇ, કિશન નંદા સહિતના કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.