જામનગર શહેરમાં પંચવટી વિસ્તારમાં યુવાને પોતાની દુકાને અગમ્યકારણોસર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગરના રામેશ્ર્વરનગર ગાયત્રી શેરી નં.3 માં કે.પી. શાહની વાડી પાછળ રહેતા ભાગ્યદિપસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના 25 વર્ષીય યુવાને તા.4 ના રોજ જામનગર શહેરમાં પંચવટી વિસ્તારમાં આવેલ તેની દુકાને અગમ્યકારણોસર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરતાં 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તા.05 ના રોજ તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે કૃષ્ણદિપસિંહ જાડેજા દ્વારા પોલીસને જાણ કરાતા સીટી બી ના હેકો પી.કે. વાઘેલા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.