Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરVideo : મહાપાલિકાના બજેટ પહેલા કોંગ્રેસની કોર્પોરેટર કૂતરા સાથે જામ્યુકો પહોંચી

Video : મહાપાલિકાના બજેટ પહેલા કોંગ્રેસની કોર્પોરેટર કૂતરા સાથે જામ્યુકો પહોંચી

- Advertisement -

જામનગર શહેરમાં રખડતા પશુઓની સમસ્યા ખૂબ વધી રહી છે. રખડતાં ઢોરની સાથે સાથે રખડતાં કૂતરાઓનો આતંક પણ શહેરીજનોને પરેશાન કરી ર્યો છે. ત્યારે આજરોજ જામનગરના કોંગ્રેસના નગર સેવિકા દ્વારા રખડતા કૂતરાઓને લઇ અનોખો વિરોધ દર્શાવ્યો હતો અને જામનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે રખડતાં કૂતરાઓને લઇ પહોંચતાં જામ્યુકો પરિસરમાં અફડા-તફડી છવાઇ હતી.

- Advertisement -

જામનગર શહેરમાં વરસોથી શહેરીજનોને રખડતાં ઢોરની સમસ્યા સતાવી રહી છે. રખડતા ઢોરને કારણે અકસ્માતોના બનાવો પણ બનતા રહે છે. ત્યારે હવે રખડતા ઢોરની સાથે સાથે શ્ર્વાન (કૂતરા)ની સમસ્યા પણ લોકોને સતાવી રહી છે. અનેક વિસ્તારોમાં તેમજ જાહેર માર્ગો પર કૂતરાઓ વાહનો ચાલકોની પાછળ દોડે છે. તેમજ શહેરીજનોના કૂતરાઓ દ્વારા બચકા ભરવાના બનાવો પણ વધી રહ્યા છે. શહેરીજનો રખડતાં કૂતરાઓથી પરેશાન થઇ ચૂકયા છે. ત્યારે જામનગરના વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા આજરોજ આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપતાં જામનગર મહાનગરપાલિકાની સ્ટે. કમિટી સમક્ષ બજેટ રજૂ થાય તે પૂર્વે રચનાબેન જામનગર મહાનગરપાલિકાના પરિસરમાં કૂતરાઓ લઇ પહોંચ્યા હતાં અને વિરોધ દર્શાવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular