જામનગર તાલુકાના સાપર ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને સિક્કા પોલીસે રૂા.11,220ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. ધ્રોલ તાલુકાના સોયલ ગામમાંથી તીનપત્તીનો જુગાર રમતા 7 શખ્સોને પોલીસે રૂા.10,650ની રોકડ અને ગંજીપન્ના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના સાપર ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હોવાની હે.કો.જીતેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, પો.કો. દિલીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીએસઆઇ આર.એચ.બાર, હે.કો. જીતેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, પો.કો. દિલીપસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા અને લાલજીભાઇ રાતડિયા સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન મનિષ ચંપકલાલ રાવલ, ગૌતમ પેઠાભાઇ ભાંભી, જેન્તી ઉર્ફે જેનો છગનભાઇ ગામી, લલિત ઉર્ફે દીપક અંબાલાલ હિંસુ સહિતના ચાર શખ્સોને રૂા.11,220ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન અલ્લારખા આદમ મકવાણા, ઇકબાલ સુમાર જખરા, અબ્દુલ કારા પઠાણ, સોમા આંબા ચાવડિયા, કિશોર અમરશી ચાવડા, રમેશ રૂડા ચાવડા, ઇસ્માઇલ દાઉદ મકવાણા સહિતના સાત શખ્સોને રૂા.10,650ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.