Thursday, January 2, 2025
Homeરાષ્ટ્રીયચૂંટણી પહેલાં અંતિમ બજેટ સત્રનો પ્રારંભ

ચૂંટણી પહેલાં અંતિમ બજેટ સત્રનો પ્રારંભ

- Advertisement -

આગામી સમયમાં યોજાનારી લોકસભા ચુંટણી પુર્વેની વર્તમાન લોકસભાનું આજે અંતિમ અને પુરુ બજેટ સત્ર પણ તોફાની બની રહે તેવા સંકેત છે. પાંચ રાજયોની ચુંટણીના પરિણામો બાદ બિહારમાં જે રીતે રાજકીય સમીકરણો બદલાશે અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પર એન્ફોર્સમેન્ટના સંકેતની સાથે તથા વિપક્ષી છાવણી ઈન્ડીયામાં જે રીતે અનિશ્ર્ચિતતાનું વાતાવરણ સર્જાયુ છે તે વચ્ચે તા.9 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ સત્રમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બન્ને સદોની સંયુક્ત બેઠકને સંબોધશે.

- Advertisement -

આવતીકાલે નાણામંત્રી નિર્મલા સીતારામન વચગાળાનું બજેટ રજુ કરશે. જો કે બજેટ પુર્વે જે આર્થિક સર્વે રજુ થાય છે તે વચગાળાનું બજેટ હોવાથી તેના બદલે ગઈકાલે જ સરકારે આર્થિક રિપોર્ટ જારી કરી દીધો હતો.

આ સત્રમાં સરકાર કેટલાક મહત્વના ખરડા પણ રજુ કરશે. તા.9 ફેબ્રુઆરીના રોજ વર્તમાન સત્રની સમાપ્તી થશે. 17મી લોકસભાની સમાપ્તી બાદ હવે દેશ ચુંટણીના મૌડમાં ચાલ્યો જશે. સૌનું ધ્યાન આવતીકાલે રજુ થનારા વચગાળાના બજેટ પર છે. નાણામંત્રી નિર્મલા સીતારામન કોઈ મોટી જાહેરાત કરે તેવી શકયતા નહીવત છે પણ લોકસભાના આ સત્રના અંતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી લોકસભા તથા રાજયસભાને સંબોધન કરશે.

- Advertisement -

રાજયસભામાં 58 સાંસદો જેમાં પુર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ પણ નિવૃત થઈ રહ્યા છે તેમને પણ ગૃહ વિદાય આપશે. મનમોહનસિંઘ તેમની લાંબી વહીવટી અને રાજકીય કારકિર્દી બાદ હવે નિવૃત થયા છે. મોદીનું લોકસભામાં સંબોધન અત્યંત મહત્વનું બની રહેશે તે નિશ્ર્ચિત છે. દરમિયાન પીએમ મોદીએ સત્રની શરૂઆત પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં સંસદની બહાર કહ્યું હતું કે, હું આશા રાખું છું કે આ વર્ષે જેને જે રસ્તો દેખાયો એ જ રીતે સંસદમાં બધાએ પોત-પોતાની રીતે કામ કર્યું. હું એટલું જરૂરી કહીશ કે અમુક લોકોનો સ્વભાવ હોબાળો કરવાનો જ થઇ ગયો છે જે લોકશાહી મૂલ્યોના ચીરહરણમાં જ માને છે. આવા તમામ માનનીય સાંસદો આજે છેલ્લા સત્રમાં જરૂર આત્મનિરિક્ષણ કરશે કે 10 વર્ષમાં તેમણે શું કર્યું. પીએમ મોદીએ કહ્યું કે સંસદની આ નવી ઇમારતમાં આયોજિત પ્રથમ સત્રના અંતે એક સાંસદે ખૂબ જ ગૌરવપૂર્ણ નિર્ણય લીધો અને તે નિર્ણય હતો નારીશક્તિ વંદન કાયદો. તે પછી 26 જાન્યુઆરીએ આપણે જોયું કે કેવી રીતે નારી શક્તિના સામર્થ્યને, શૌર્યને, સંકલ્પને અનુભવ્યો અને આજે બજેટ સત્ર પણ શરૂ થઇ રહ્યો છે. જ્યારે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુનું માર્ગદર્શન તથા આવતીકાલે નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ એક રીતે નારીશક્તિના સાક્ષાત્કારનો પર્વ છે. પીએમ મોદીએ કહ્યું કે, બજેટ સત્ર એ સાંસદો માટે પસ્તાવાનો અવસર છે. આ એક સારી છાપ છોડવાની તક છે. આજે આ તક જવા ના દેતા. દેશહિતમાં ગૃહને તમારા વિચારોનો લાભ આપજો. દેશને ઉત્સાહ અને ઉમંગથી ભરી દો. હું માનું છું કે ચૂંટણીનો સમય નજીક છે ત્યારે સંપૂર્ણ બજેટ રજૂ કરાતું નથી. આ વખતે અમે પણ નવી સરકાર બન્યા પછી સંપૂર્ણ બજેટ લાવીશું. આ વખતે માર્ગદર્શન લેતા નાણામંત્રી આવતીકાલે દેશનું બજેટ આપણા બધાની સામે રજૂ કરવા જઈ રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular