Sunday, January 5, 2025
Homeરાજ્યહાલારખંભાળિયાના દેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો બુટલેગર હદપાર

ખંભાળિયાના દેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો બુટલેગર હદપાર

- Advertisement -

ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા એક શખ્સ સામે દેશી દારૂ અંગેના ગુનાઓ નોંધાતા આ અંગે કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીમાં તેને ત્રણ જિલ્લાઓમાંથી હદપાર કરવા અંગેનો હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ઈન્ચાર્જ એસ.પી. રાઘવ જૈન દ્વારા અહીંના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિને સાથે રાખીને વિવિધ પ્રકારની કામગીરી કરવા માટેના કરાયેલા હુકમ અંતર્ગત ખંભાળિયા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. એસ.વાય. ઝાલા દ્વારા સધન કામગીરી કરવામાં આવી હતી.

જે અંતર્ગત ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા ધારા પેથા સઠીયા નામના ગઢવી શખ્સ સામે આ વિસ્તારમાં દેશી દારૂનું વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરી અને સમાજમાં દુષણ ફેલાવવામાં આવતું હોવાથી પી.એસ.આઈ. એસ.વી. ગળચર દ્વારા આ અંગેની ગ્રાઉન્ડ લેવલની કામગીરી કરી, અને ઉપરોક્ત શખ્સ સામે હદપારી અંગેની દરખાસ્ત તૈયાર કરીને અહીંના પ્રાંત અધિકારી સમક્ષ મુકવામાં આવી હતી. જેને ધ્યાને લઈને અહીંના એસ.ડી.એમ. કે.કે. કરમટા દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ ફેલાવવા બદલ આરોપી ધારા પેઠા સઠીયાને દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર એમ ત્રણ જિલ્લામાંથી છ માસ માટે હદપાર કરવાનો હુકમ કર્યો છે. જેને અનુલક્ષીને પી.એસ.આઈ. એસ.વી. ગળચર દ્વારા ઉપયોગ આરોપીની અટકાયત કરી અને ત્રણેય જિલ્લાની હદ બહાર મોકલવાની તજવીજ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular