Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયટોલનાકા બન્યા ટંકશાળ

ટોલનાકા બન્યા ટંકશાળ

2022-23માં 48028 કરોડનો ટોલ વસુલાયો: 7 વર્ષમાં ટોલટેકસની કમાણી 3 ગણી થઇ ગઇ

- Advertisement -

વર્ષ 2022-23 દરમિયાન ટોલ બૂથથી જે આવક થયેલી તેમાંથી 10 ટકા માત્ર 16 ટોલ પ્લાઝામાંથી છે. આ 16 પૈકીના ચાર ટોલ પ્લાઝા માત્ર ગુજરાતના છે, જેના દ્વારા જ એક વર્ષમાં રૂપિયા 1235 કરોડની આવક થઇ હોવાનું સામે આવ્યું છે. આ સિવાય 3 ટોલ બૂથ રાજસ્થાન જ્યારે બે-બે ટોલ બૂથ ઉત્તર પ્રદેશ-હરિયાણામાંથી છે. એક અહેવાલ અનુસાર દેશના 16 ટોલ બૂથ જેના દ્વારા વર્ષમાં સૌથી વધુ કમાણી થઇ છે તેમાં વડોદરાના એલ એન્ડી ઉપરાંત ચોર્યાસીના આઇઆરબી, વાસદ અને કચ્છના સામખિયાળીનો સમાવેશ થાય છે. વર્ષ 2022-23 દરમિયાન દેશના ટોલ પ્લાઝાને જે આવક થયેલી છે તેમાંથી બે ટકા માત્ર ગુજરાતના એલ એન્ડ ટી ટોલ પ્લાઝા-રાજસ્થાનના શાહજહાંપુરમાંથી છે. આ સમયગાળામાં કુલ 100 ટોલ પ્લાઝાથી નેશનલ હાઇવેને 40 ટકા જેટલી આવક થયેલી છે. વર્ષ 2023ના લોકસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી પ્રમાણે હાઇવે ટોલ આવકથી સૌથી વધુ કમાણી કરતાં હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 5583 કરોડ સાથે મોખરે, રાજસ્થાન 5084 કરોડ સાથે બીજા, મહારાષ્ટ્ર 4460 કરોડ સાથે ત્રીજા જ્યારે ગુજરાત 4519 કરોડ સાથે ચોથા સ્થાને છે.

- Advertisement -

અલબત્ત, તમામ હાઇવે કમાણી જ કરાવી આપનારા છે તેવું પણ નથી. સરકાર દ્વારા ટોલ બૂથની સંખ્યા વધારવામાં આવે છે અને તેમ અન્ય ટોલ બૂથની આવક ઉપર પણ અસર પડે છે. ટોલ બૂથથી વર્ષ 2015-16માં સરેરાશ રૂપિયા 116 કરોડની આવક થતી હતી અને 2021-22માં ઘટીને સરેરાશ રૂપિયા 46 કરોડ થઇ ગઇ છે. કોવિડ બાદ દેશમાં ટોલ પ્લાઝાની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. 2014-15માં 145, 2019-20માં 631 જ્યારે 2021-22માં 959 ટોલ બૂથ સમગ્ર દેશમાં થઇ ગયા છે.

રોડ ટોલ કલેક્શનથી આવક છેલ્લા 7 વર્ષમાં 3 ગણી વધી ગઇ છે. વર્ષ 2015-16માં તે 17759 કરોડ, વર્ષ 2016-17માં તે 18512 કરોડ, વર્ષ 2017-18માં 22665 કરોડ હતી તે વર્ષ 2022-23માં વધીને રૂપિયા 48028 કરોડ થઇ ગઇ છે. આગામી વર્ષ 2025 સુધીમાં 27 હજાર કિલોમીટરના હાઇવેથી નાણા વસૂલાશે તેવી શક્યતા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular