જામજોધપુર તાલુકાના મોટાવડીયા ગામમાં જાહેરમાં વર્લીમટકાના આકડા લખી પૈસાની હારજીત કરતાં શખ્સને રૂા. 10700ની રોકડ સાથે ઝડપી લીધો હતો. જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાંથી વર્લીમટકાના આકડા લખતાં શખ્સને રૂા. 2590ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ જામજોધપુર તાલુકાના મોટાવડીયા ગામમાં ઓટલા ઉપર જાહેરમાં વર્લીમટકાના આકડા લખી પૈસાની હારજીત કરતાં રામશી ખીમા ડાંગર નામના શખ્સને સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન 8000ની કિંમતનો મોબાઇલ અને 2700ની રોકડ રકમ સહિત રૂા. 10700ના મુદ્ામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં જુગારમાં રાજશી ડાંગરની સંડોવણી ખુલી હતી. જેથી પોલીસે બંને શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. બીજો દરોડો જામનગર શહેરના ગુલાબનગર મેઇન રોડ પર જાહેરમાં વર્લીમટકાના આકડા લખી પૈસાની હારજીત કરતાં હોવાની બાતમીના આધારે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન ભાવેશ મધુ ખોખર નામના રિક્ષા ચલાવતાં શખ્સને રૂા. 2590ની રોકડ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.