Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : 12-જામનગર લોકસભા બેઠકનું ભાજપા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મૂકાયું

Video : 12-જામનગર લોકસભા બેઠકનું ભાજપા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મૂકાયું

કેબિનેટમંત્રી રાઘવજીભાઇ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો, શહેર જિલ્લા પ્રમુખો, પૂર્વપ્રમુખો સહિતના મહાનુભાવો ઉપસ્થિત

- Advertisement -

ભાજપા દ્વારા આગામી લોકસભા 2024ની ચૂંટણીની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. આજરોજ ભાજપા દ્વારા 12-જામનગર લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ તકે સાંસદ, કેબિનેટ મંત્રી, ધારાસભ્યો સહિતના અગ્રણીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

લોકસભા-2024ની ચૂંટણી ગમે ત્યારે આવી શકે છે. આવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારી પ્રારંભ થઇ ચૂકી છે. ગત સપ્તાહ દરમિયાન દિવાલ પર ચિત્રો દોરી ભાજપા દ્વારા ચૂંટણીની તૈયારી શરુ કરાયા બાદ આજે ગુજરાતની તમામ બેઠકોના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગરુપે જામનગરમાં પણ ભાજપા દ્વારા રોઝી પેટ્રોલ પંપ નજીક આવેલ મેટાલિક ઇન્ડસ્ટ્રીઝ ખાતે 12-જામનગર લોકસભા મત વિસ્તાર (જામનગર/દેવભૂમિ દ્વારકા જિલ્લા)ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આ ઉદ્ઘાટન કાર્યાલયમાં વર્ચ્યુઅલી જોડાયા હતાં.

- Advertisement -

આ ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, મેયર વિનોદભાઇ ખિમસુરીયા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શહેર મહામંત્રી પ્રકાશભાઇ બાંમણીયા, વિજયસિંહ જેઠવા, જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જિલ્લા મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, ખંભાળિયાના મયૂરભાઇ ગઢવી, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગડચર, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, વસુબેન ત્રિવેદી તથા ચિમનભાઇ શાપરીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દાસાણી, અશોકભાઇ નંદા, નિલેશભાઇ ઉદાણી, હિતેનભાઇ ભટ્ટ, હસમુખભાઇ હિંડોચા,ભાજપ અગ્રણી જીતુભાઇ લાલ, અગ્રણી ઉદ્યોગપતિ વિપુલભાઇ કોટક ઉપરાંત દિનેશભાઇ મારફતીયા, કોર્પોરેટરો અરવિંદભાઇ સભાયા, સુભાષભાઇ જોશી, ગોપાલભાઇ સોરઠીયા, પાર્થભાઇ જેઠવા તથા વસંત ગોરી, વિરલ રાચ્છ સહિતના અગ્રણીઓ, હોદ્ેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular