બનાવની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે રહેતા અરજણભાઈ હમીરભાઈ પરમાર નામના 42 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન થોડા દિવસ પૂર્વે ગામમાં એક પાનની દુકાને મસાલો ખાવા ગયા હતા, ત્યારે આ જ ગામના વેજાભાઈ રામાભાઈ ચાવડા નામના શખ્સએ કોઈ કારણસર તેમને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, બિભત્સ ગાળો કાઢ્યાની તથા દુકાન નજીક રહેલી સાવરણી વડે માર મારી, મૂઢ ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે આઈપીસી કલમ 325, 323, 504 તથા જી.પી. એક્ટની કલમ અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.