જામનગર ગુરૂદ્વારા ગુરૂસિંઘ સભામાં ગુરૂ ગોવિંદસિંઘની જન્મ જયંતિની આવતીકાલે ઉજવણી કરવામાં આવશે. શોભાયાત્રા, શબ્દ કિર્તન, ગુરુકા લંગર સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
જામનગર ગુરુદ્વારા ખાતે ગુરુ ગોવિંદસિંઘની જન્મ જયંતિની આવતીકાલે ઉજવણી કરવાની હોય, ત્યારે આ પ્રસંગે સવારે 8 વાગ્યે ગુરુદ્વારાથી શોભાયાત્રા જી.જી. હોસ્પિટલ સુધી જશે. ત્યાં ગુરુ ગોવિંદસિંઘજી છબીને ફૂલહાર કરીને પરત ફરશે. ત્યારબાદ સવારે 10 વાગ્યે ગુરુદ્વારામાં સેજપાઠની સમાપ્તિ કરવામાં આવશે. ખાસ મહેમાન પંજાબથી પધારશે. જ્ઞાની પ્રિતપાલસિંહ અને ભાઇ જાહોરસિંઘજી દ્વારા શબ્દ કિર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે બપોરે 1 વાગ્યે ગુરુકા લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.