આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. તમામ પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ હેટ્રિક ફટકારીને ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરશે. તો વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. તેને હટાવવા માટે તમામ તાકાતનો ઉપયોગ કરશે. વિપક્ષ દ્વારા પીએમનો કોઈ ચહેરો રજૂ કરવામાં આવ્યો નથી. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધી સૌથી મોટો પડકાર માનવામાં આવે છે. લોકસભા ચૂંટણી 2024ની આ તૈયારીઓ વચ્ચે સી-વોટરે એબીપી ન્યૂઝએ એક મહત્વનો સર્વે હાથ ધર્યો હતો. જેમાં તેણે લોકોને પૂછ્યું કે જો તમારે સીધા વડાપ્રધાન પસંદ કરવાના હોય તો તેઓ કોને પસંદ કરશે? લોકોએ જેનો પ્રશ્ર્નનો ચોંકાવનારો જવાબ આપ્યો છે. જો તમારે સીધુ પીએમ પદ પસંદ કરવું હોય તો તમે કોને પસંદ કરશો? આ સવાલના જવાબમાં 59 ટકા લોકોએ કહ્યું કે તેઓ વર્તમાન વડાપ્રધાન મોદીને વધુ એક વાર પીએમ તરીકે સ્વીકારશે. 32 ટકા લોકોએ કહ્યું કે તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પસંદ કરશે. 4 ટકા એવા પણ હતા જેમણે કહ્યું હતું કે તેઓ બંનેમાંથી કોઈની પસંદગી કરશે નહીં. 5 ટકા લોકોએ આ પ્રશ્ર્નનો જવાબ ખબર નથી તેવો જવાબ આપ્યો હતો.


