Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકેરળ બન્યું કોરોનાનું હોટસ્પોટ, વધુ 115 કેસ

કેરળ બન્યું કોરોનાનું હોટસ્પોટ, વધુ 115 કેસ

- Advertisement -

ભારતમાં ફરી વખત કોરોનાના કેસો વધવા લાગ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજયો માટે એડવાઈઝરી જાહેર કરીને ટેસ્ટીંગ વધારવા તથા આરોગ્ય વ્યવસ્થા તૈયાર રાખવાની સૂચના આપી છે. કેરળમાં સોમવારે વધુ 115 કોવિડ કેસ નોંધાયા છે. જયારે દેશમાં નવા 142 કેસ સાથે એકટીવ કેસોની સંખ્યા વધીને 1970 પર પહોંચી છે. માત્ર કેરળમાં જ 1749 એકટીવ કેસો છે અર્થાત દેશના કુલ એકટીવ કેસોમાંથી 88.78 ટકા માત્ર કેરળમાં છે. કેરળમાં કોરોનાના નવા વેરીએન્ટ જે.એન.1નો કેસ નોંધાયા બાદ સાવચેતીના પગલા લેવામાં આવ્યા જ હતા. ત્યારે નવા કેસોની સંખ્યા પણ વધવા લાગતા કેન્દ્ર સરકાર પણ એલર્ટ બની છે અને તમામ સભ્યો માટે એડવાઈઝરી જારી કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની એડવાઈઝરી રાજયોને કોવિડ સામે મોનીટરીંગ વધારવા તથા ભીડભાડવાળા ક્ષેત્રો મારફત વધુ ન પ્રસરે તે માટે તકેદારી રાખવા સૂચવવામાં આવ્યું છે. એન્ટીજન તથા આરટીપીસીઆરનું ટેસ્ટીંગ વધારવા પણ તાકીદ કરવામાં આવી છે એટલું જ નહીં પોઝીટીવ કેસો જીનોમ સિકવન્સીંગ માટે મોકલવા પણ કહેવામાં આવ્યું છે. કોરોનાના મૃત્યુ વિશે પણ કેન્દ્ર સરકારને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. કોરોનાના વધતા કેસો વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ થઈ હોય.

- Advertisement -

તેમ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા દ્વારા આવતીકાલે રાજયોના આરોગ્યપ્રધાનો સાથે બેઠક રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ પ્રમાણે કેરળમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના કેસો પણ વધ્યા છે. કોવિડના વધતા કેસ તથા શ્ર્વાસના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાને રાખીને આરોગ્યમંત્રી દ્વારા સમીક્ષા બેઠક રાખવામાં આવી છે. ચાલુ મહિનામાં કોરોનાથી કુલ મોત 10 હોવાનું જાહેર થતા ચિંતા વધી છે. કેરળની બાજુમાં જ આવેલા કર્ણાટકમાં પણ સીનીયર સીટીઝનો માટે માસ્ક ફરજીયાત કરવા સાથે આગમચેતીના પગલા લેવાયા છે.

દેશમાં એકવાર ફરીથી કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. તેને જોતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને એડ્વાઇઝરી બહાર પાડી છે. એડ્વાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, આગામી તહેવારની સિઝનને ધ્યાનમાં રાખતા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને કેટલાક મહત્વના પગલા ઉઠાવવા જરૂરી છે જેથી આ વાયરસના પ્રસારના જોખમને શક્ય તેટલું ઝડપી ઘટાડી શકાય. આ એડ્વાઇઝરીમાં રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, તે ઇન્ફ્લૂએન્ઝા જેવી બીમારીઓને જિલ્લા અનુસાર આંકડા પર નજર રાખો. સાથે જ નિયમિત રીતે આ સંબંધમાં અપડેટ કરતા રહે.

- Advertisement -

એક એડ્વાઇઝરીમાં કેરળમાં કોરોનાના નવા સબવેરિયન્ટ ઉંગ.1 ની પૃષ્ટી બાદ ઇશ્યું કરવામાં આવી છે. કેરળની 79 વર્ષની એક મહિલામાં તેની પૃષ્ટી થઇ હતી. મહિલાનો 18 નવેમ્બરનો આરટી-પીસીઆર ટેસ્ટ રિઝલ્ટ આવ્યું હતું. જેમાં ઇન્ફ્લૂએન્જા જેવી બીમારીના હળવા લક્ષણો હતા. કોવિડ 19 થી સાજા થઇ ચુક્યા હતા. આ અગાઉ સિંગાપુરથી પરત ફરેલા તમિલનાડુના એક વ્યક્તિમાં પણ ઉંગ.1 સબ વેરિઅન્ટની માહિતી મળી હતી. તે વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો રહેવાસી હતો અને તેણે 25 ઓક્ટોબરો સિંગાપુરની યાત્રા કરી હતી.

દેશમાં અત્યાર સુધી કોરોનાના 4 કરોડ 50 લાખ 4 હજાર 816 કેસ સામે આવી ચુક્યો છે. બીજી તરફ 5 દર્દીઓના મોત બાદ મૃતકોનો આંકડો વધીને 5 લાખ 33 હજાર 316 પર પહોંચી ચુકી છે. બીમારી સારી થનારા લોકોની સંખ્યા વધીને 4 કરોડ 44 લાખ 69 હજાર 799 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશના રિકવરી રેટ 98.81 ટકા જ્યારે મૃત્યુ દર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશણાં અત્યાર સુધી કોરોના વેક્સીન 220.67 કરોડ રસી અપાઇ ચુકી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular