Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના નર્મદા સર્કલ અંબર જંકશનવાળા ક્રોસિંગનો રોડ વાહન વ્યવહાર માટે બંધ

જામનગરના નર્મદા સર્કલ અંબર જંકશનવાળા ક્રોસિંગનો રોડ વાહન વ્યવહાર માટે બંધ

તા. 20-12-2023થી તા. 10-1-2024 સુધી કમિશનરની નોટીસ

- Advertisement -

જામનગર શહેરમાં ચાલતાં ફલાયઓવર બ્રિજ કામગીરીને અનુસંધાને નર્મદા સર્કલ, અંબર જંકશનવાળા ક્રોસિંગનો રોડ તા. 20-12-2023થી તા. 10-1-2024 સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા કમિશનર દ્વારા જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની હદમાં સાત રસ્તાથી લઇ સુભાષબ્રિજ સુધીના માર્ગ પર ફોરલેન એલિવેટેડ ફલાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી અંતર્ગત અંબર જંકશનવાળો રોડ, ક્રોસિંગ કેનાલ, વોટર વર્કસ શાખાની મેઇન લાઇન ટ્રાન્સફર કરવાની કામગીરી, રણમલ તળાવ ઓવરફલો કેનાલના ક્રોસિંગની કામગીરી તથા પીજીવીસીએલ શાખાના અંડર ગ્રાઉન્ડ કેબલ સિફટીંગની કામગીરીને અનુસંધાને નર્મદા સર્કલ, અંબર જંકશનવાળા ક્રોસિંગનો રોડ સલામતિના ભાગરુપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા. 20-12-2023થી તા. 10-1-2024 સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જામનગર મહાનગરપાલિકા કમિશનર દ્વારા જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે.

જી.જી. હોસ્પિટલથી અંબર જંકશન તરફ જવાના માર્ગથી ગુરુદ્વારા જંકશન, નાગનાથ જંકશન, તિનબત્તી તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે દાંડીયા હનુમાન મંદિર પાસેથી ગુરુદ્વારા જંકશન થઇ નાનાગનાથ જંકશન તથા તિનબત્તી તરફ જવાનો રોડ ચાલુ રહેશે. તેમજ ગુરુદ્વાર જંકશન, નાગનાથ જંકશન, તિનબત્તી તરફથી અંબર જંકશન તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે નાગનાથ જંકશન તથા ડીએસપી બંગલાવાળા રોડથી દાંડીયા હનુમાન મંદિર થઇ અંબર જંકશન તરફ જવાનો રોડ ચાલુ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular