Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાન સ્પર્ધા માટે હેલ્પ ડેસ્ક કાર્યરત

જામનગરમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાન સ્પર્ધા માટે હેલ્પ ડેસ્ક કાર્યરત

- Advertisement -

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા (રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભા) દ્વારા યોગના પ્રચાર પ્રસાર અર્થે આ વર્ષે તા. 1/12/2023 થી તા.1/1/2024 સુધી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા કક્ષા (ઝોન કક્ષા) તથા જિલ્લા કક્ષાએ સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા કક્ષાના પ્રથમ વિજેતા ને ₹21,000 નું ઇનામ દ્વિતીય વિજેતા ને ₹15,000 અને તૃતીય વિજેતા ને ₹ 11,000 નો સરકાર દ્વારા પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે, સૂર્ય નમસ્કાર મહા અભિયાનમાં મહાનગર પાલિકા ઝોન કક્ષાના વિજેતાને ₹1001નું ઇનામ આપવામાં આવશે, તમામ સ્પર્ધકોને ડિજિટલ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે સૂર્ય નમસ્કાર સ્પર્ધા વર્ષ 2023-24 માં ભાગ લેવા માટે https://smc.gsyb.in લીંક ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રજીસ્ટ્રેશન માટે તા.15/12/2023 સુધી હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે , જેમાં રણમલ તળાવ ગેટ નં.1 એક ખાતે અને મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સવારે 6:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી તથા સાંજે 4:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી હેલ્પ ડેસ્ક કાર્યરત રહેશે , અને જામનગર મહાનગરપાલિકા કમ્પાઉન્ડ ,ગુલાબ નગર સિવિક સેન્ટર , રણજીત નગર સિવિક સેન્ટર, શરૂ સેકશનરોડ સિવિક સેન્ટર, ડી.કે.વી. સર્કલ, એમ્યુઝમેન્ટ પાર્ક તથા રમતગમત અધિકારીની ઓફિસ ક્રિકેટ બંગલા ખાતે સવારે 10:30 થી સાંજે 6:00 વાગ્યા સુધી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન માટે રજીસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક નુ જાહેર જનતા માટે આયોજન કરવામાં આવ્યું છે, આ મહાઅભિયાનમાં જામનગરના વધુને વધુ લોકો જોડાઈ ઉપર આપેલ લિંક પર રજીસ્ટ્રેશન કરાવે તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular