Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના યુવાન સાથે શખ્સ દ્વારા લાખોની છેતરપિંડી

જામનગરના યુવાન સાથે શખ્સ દ્વારા લાખોની છેતરપિંડી

પીતળનો સામાન મેળવી શખ્સ નાશી ગયો : મંદીના નામે વિશ્ર્વાસમાં લઇ ગઢવી યુવાને છેતર્યો : પોલીસે તપાસ આરંભી

- Advertisement -

જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં અને બ્રાસપાર્ટની મજૂરી કામ કરતા યુવાન પાસેથી મજૂરી કરવા લઇ ગયેલા રૂા.2 લાખની કિંમતનો બ્રાસપાર્ટનો સામાન એક શખ્સે છેતરપિંડી આચરી પચાવી પાડયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ભટ્ટ ગામના વતની અને હાલ જામનગરના ખોડિયાર કોલોનીમાં સોનલનગરમાં રહેતા નગાભાઈ વાલાભાઈ કારીયા નામનો ગઢવી યુવાન જીઆઇડીસી ફેસ-3 દરેડમાં આવેલા યુનિક તથા વિશાલ નામના બ્રાસપાર્ટના કારખાનામાંથી પીતળનો માલ કમિશનથી ભરવા માટે લઇ આવતો હતો. દરમિયાન ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા કુલદિપસિંહ વિજયસિંહ ચુડાસમા નામના શખ્સે નગાભાઈને વિશ્ર્વાસમાં લઇ પિતળનો માલ ભરવા કમિશનથી ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. પરંતુ હાલમાં મંદી ચાલતી હોય જેથી નગાભાઈ પાસેથી કુલદિપસિંહે રૂા.2,22,725 ની કિંમતનો 445 કિલોગ્રામ પીતળનો સામાન લઇ ગયો હતો. ત્યારબાદ કુલદિપસિંહે નાશી જઈ મોબાઇલ સ્વીચઓફ કરી નાખ્યો હતો.

બાદમાં નગાભાઈએ અવાર-નવાર કુલદિપસિંહને ફોન કર્યા હતાં. પરંતુ કુલદિપસિંહનો ફોન સતત બંધ આવતો હોવાથી આખરે કંટાળીને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ આર.વી. રાઠોડ તથા સ્ટાફે છેતરપિંડીનો ગુનો નોંધી કુલદિપસિંહની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular